(૧) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમદાવાદનો બજાર વિસ્તાર મ્યુનિ. કોર્પોરેશન લિમીટ તથા દસ્ક્રોઈ તાલુકાનો સમગ્ર વિસ્તાર છે અને એ.પી.એમ.સી., અમદાવાદનાં માર્કેટયાર્ડ આંતરરાજ્ય બજાર તરીકે ખ્યાતિ પામેલ છે.
(૨) બજાર સમિતિના આંતરરાજ્ય માર્કેટયાર્ડમા દરરોજ બહારગામ અને દેશના જુદા જુદા પ્રદેશોમાંથી ૬,૫૦૦ થી ૭,૦૦૦ ખેડૂતો અને વેપારીઓ શાકભાજી અને ફળફળાદિ અને અનાજ, કઠોળ, તેલીબીયાં વેચવા અને ખરીદવા આવે છે.
(૩) આ કાયદાથી ખેત ઉત્પનનો વેચાણનો ચોખ્ખો તોલ કરવામાં આવે છે, ખેડૂતો ઉપરના તમામ અન્ય લાગાઓ દુર કરવામાં આવ્યા છે. બજાર સમિતિએ નક્કી કર્યા પ્રમાણે સરકારશ્રીના આદેશ મુજબ કમિશન, ઉતરાઈ, તોલાઈ વિગેરે ખરીદનાર પાસેથી લેવામાં આવે છે અને ખેત ઉત્પન્નનુ વેચાણ બજાર સમિતિના સ્ટાફની દેખરેખ નીચે કરવામાં આવે છે.
(૪) બજાર સમિતિના માર્કેટયાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબીયાં વિગેરેના ઉત્પાદકો અને શાકભાજી, ફળફળાદિ વેચનારાઓને બજારધારા નીચે રક્ષણ આપવામાં આવે છે તથા માલ ખરીદનાર અને વેચનાર વચ્ચેના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.
(૫) બજારમાં શાકભાજીના ખરીદ-વેચાણના નિયંત્રણને લીધે માર્કેટયાર્ડમાં શાકભાજી - ફળફળાદિની આવક અનેક ગણી વધી છે. બજાર વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯ દરમ્યાન ૯૫.૨૩ લાખ ક્વિન્ટલ જેટલો શાકભાજી, ફળફળાદિ તથા અનાજ, કઠોળ, તેલીબીયાંનો માલ વેચાવા આવેલ છે. જેની કિંમત રૂ. ૮૮૨ કરોડ જેટલી થાય છે જે ઉત્પાદકોને મળતા કાનુની રક્ષણ તથા સવલતોને આભારી છે.
(૬) પંડિત દિનદયાળ દસ્ક્રોઈ અનાજ માર્કેટયાર્ડ અમદાવાદ જીલ્લાના પ્રવેશદ્વાર સમા બારેજા-જેતલપુર રોડ નેશનલ હાઈવે નં. ૮ ઉપર અંદાજીત ૨૮ કરોડના ખર્ચે અનાજના કલીનીંગ, ગ્રેડીંગ, પેકીંગના પ્લાન્ટ સાથે અધ્યતન માર્કેટયાર્ડ બનાવેલ છે જે તા. ૨૧/૧૦/૨૦૦૭ને વિજ્યા દશમીથી કાર્યાન્વિત થયેલ છે.
(૭) આપનાં શાકભાજી તથા ફળફળાદિ ફુલ તથા અનાજ, કઠોળ, તેલિબિયાં બજાર સમિતિના નિયંત્રિત બજારોમાં વેચવા લાવી માલનાં પુરેપુરા નાણાં તુરંત જ મેળવો.
(૮) બજાર સમિતિના બજાર વિસ્તારના રહીશ, કિસાન પરિવારના ૧૮ વર્ષ થી ૬૫ વર્ષની વયના સભ્યો માટે "અકસ્માત મૃત્યુ સહાય યોજના" અમલમાં છે.
(૯) બજાર સમિતિના બજાર વિસ્તારના પ્રજાજનો માટે ૨૪ ક્લાક એમ્બ્યુલન્સ ગાડીની સવલત. (ટે.નં. ૯૮૨૫૩ ૨૩૦૪૪)
(૧૦) પંડિત દીનદયાળ દસ્ક્રોઈ અનાજ માર્કેટયાર્ડમાં ભાવની તથા માલની આવકની માહિતી માટે ટે.નં. ૦૭૯ - ૬૫૧૦૧૫૦૧ નો ઉપયોગ કરો. |